નવી દિલ્હીઃ Xiaomi કંપની પોતાના શાનદાર ફીચર્સથી સજ્જ સ્માર્ટફોન માટે તો જાણીતી જ છે. જો કે કંપનીએ અગાઉની જેમ ફરી એકવાર 2 શાનદાર લેપટોપ લોન્ચ કર્યા છે. Xiaomiએ Notebook Pro 120 અને Notebook Pro 120G લોન્ચ કર્યા. બંને લેપટોપમાં 120Hzની રીફ્રેશ રેટવાળી 14 ઈંચની સ્ક્રિન અને એલ્યુમિનિયમ એલોય બોડી ફિનીશવાળી ડિઝાઈન મળે છે. આ લેપટોપ્સમાં 12th Gen Intel Core i5 H-series પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે જ લેપટોપમાં 56Whની બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આવો જાણીએ બંને લેપટોપ્સની ફીચર્સ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને લેપટોપની કિંમત-
Xiaomi Notebook Pro 120G અને Notebook Pro 120ને સિંગલ સિલ્વર કલરમાં રજૂ કરવામાં આવ્યા છે. Xiaomi Notebook Pro 120Gની કિંમત 74,999 રૂપિયા છે. જ્યારે Notebook Pro 120ની કિંમત 69,999 રૂપિયા રાખવામાં આવી છે. આ લેપટોપને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમઝોન ઈન્ડિયા પરથી ખરીદી શકાશે. 


Xiaomi Notebook Pro 120Gના સ્પેસિફિકેશન્સ-
આ લેપટોપમાં 14-ઈંચની Mi-TrueLife ડિસ્પ્લે છે, જે 2.5K રિઝોલ્યુશન અને 16:10 એસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. ડિસ્પ્લે સાથે 120Hzનો રિફ્રેશ રેટ અને લો બ્લુ લાઈટ સર્ટિફિકેશન માટે સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. લેપટોપમાં Windows 11 સાથે 12th Gen Intel Core i5 H-series પ્રોસેસર અને Nvidia GeForce MX550 ગ્રાફિક્સ કાર્ડ મળે છે. તેમજ 16 GB LPDDR5 RAM અને 512 GB PCIe Gen 4 સ્ટોરેજ ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી માટે, તેમાં ડ્યુઅલ બેન્ડ Wi-Fi 6, બ્લૂટૂથ v5.2, થંડરબોલ્ટ 4 પોર્ટ, HDMI 2.0, યુએસબી ટાઇપ-સી પોર્ટ, યુએસબી ટાઇપ-એ પોર્ટ અને 3.5mm કોમ્બો હેડફોન જેક માટે સપોર્ટ છે. સાથે જ તેમાં 2W સ્ટીરિયો સ્પીકર્સ પણ ઉપલબ્ધ છે.


Xiaomi Notebook Pro 120ના સ્પેસિફિકેશન્સ-
આ લેપટોપને Xiaomi Notebook Pro 120Gનું લાઇટ વર્ઝન ગણી શકાય. Xiaomi Notebook Pro 120 પણ 2.5K રિઝોલ્યુશન સાથે 14-ઈંચની Mi-TrueLife ડિસ્પ્લે ધરાવે છે. તે 12th Gen Intel Core i5 H-series પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે, જો કે આ લેપટોપમાં Intel UHD ગ્રાફિક્સ કાર્ડ છે. આ લેપટોપમાં Notebook Pro 120Gના તમામ પોર્ટ પણ છે.